અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થા અંતર્ગત ઇકો ટ્રેલ યોજાઈ હતી. સંસ્થાના પર્યાવરણ પ્રેમી એવા અમિત રાણાના માર્ગદર્શન થકી ભરુચ અને અંકલેશ્વર ગ્રુપના તમામ સભ્યોને મિયાવાકી પદ્ધતિ થી ઉછેરેલા એવા અર્બન જંગલો વિશે માર્ગદર્શિત કર્યા હતા.જાપાનના બોટનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા વિકસાવેલી પદ્ધતિ દ્વારા તૈયાર થયેલા મિયાવાકી ફોરેસ્ટની મુલાકાત માં ડિજિટલ ઓરિએન્ટેશન થકી એક શોર્ટ ફિલ્મ નિહાળી લોકોને માહિતગાર કર્યા હતા.
મિયાવાકી પદ્ધતિથી વિકાસ પામેલા બહેડા, વડ, કપોક, સિંધુરી,રાયણ, ટેબેબૂઇયા ટ્રમ્પેટ ટ્રી,ગરમાળો, આમળા,પેરેડાઇઝ ટ્રી (લક્ષ્મીતરું),વગેરે વૃક્ષો અને વનસ્પતિઓ વિશે ઓળખાણ અને માહીતી આપી હતી. તેમજ વિવિધ વનસ્પતિના બીજ વિશે કથન ગોષ્ટી કર્યું હતું. જીવદયાના સંજયભાઈ પટેલ દ્વારા મોન્સુન સીઝનમાં નીકળતા વિવિધ સાપો જેવા જળચર પ્રાણીઓ વિશે માહિતી ની આપ લે કરી હતી.
પર્યાવરણ અને પ્રકૃતિ ને સમજવા તેમજ કુદરતી તત્વો જાણવા નેચર ટ્રેલ કરી હતી. આ ઉપરાંત રાજન દ્વારા ડ્રોનથી ફોટોગ્રાફી કરી હતી અને ગ્રામ્ય પક્ષીઓ નું અવલોકન કરી બર્ડ વોચિંગ પણ કર્યું હતું. પર્યાવરણ પ્રેમી અમિત ભાઈ રાણાએ જણાવ્યું હતું કે આવી નેચર ટ્રેલથી પર્યાવરણની સુરક્ષા અંગે યુવાનોમાં જાગૃતિ આવે છે, તેમને પ્રકૃતિ પ્રત્યે જિજ્ઞાસા વધે છે. પરંતુ હવે યુવાઓએ એક્શન લેવાની ઘણી જરૂર છે.નેચર ટ્રેલ્સ માં પર્યાવરણના જૈવિક અને અજૈવિક તત્વોના મહત્વ તેમજ તેમાં ઉગાડેલા વનસ્પતિના ઔષધીય ફાયદાઓ અંગે માહિતી નો ચિતાર આપ્યો હતો.
” મીયાવાકી એ અર્બન જંગલો છે.જિલ્લામાં આડેધડ કપાતાં વૃક્ષોની અવેજીમાં આવા અર્બન જંગલો ની ઘણી તાતી જરૂર છે. ઘરના બેકયાર્ડ તેમજ પડતર જગ્યાઓ પર આવા જંગલો ડેવલપ કરી જિલ્લાને ‘હીટ આઇસલેન્ડ’ બનતું અટકાવી શકાય છે.”. – અમિત રાણા ( એન્વાયરમેન્ટ એન્જિનિયર )
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર