દિલ્હીમાં એક 68 વર્ષિય વૃદ્ધને રેપના આરોપમાં અરેસ્ટ કર્યો છે. વૃદ્ધે 16 વર્ષની પાડોશની દીકરીને ફોસલાવીને રેપ કર્યો. પિતા પર જાદુટોણાંના શક થવા પર દીકરાએ તેને રેકોર્ડ કરી લીધું. બીજા દિવસે તે વીડિયોને છોકરીના પિતાને આપી દીધો. કિશોરીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીને અરેસ્ટ કરી લીધો છે. પોલીસે જણાવ્યું છે કે, કિશોરી ડરેલી છે. તેનું મેડિકલ કરાવાની સાથે સાથે તેનું કાઉંસલિંગ પણ કરાવવામાં આવ્યું છે
પીડિતાના પિતાએ મંગળવારે સંપર્ક કરીને પોતાની દીકરી સાથે થયેલા રેપની ફરિયાદ કરી. તેનો વીડિયો પણ પોલીસને શેર કર્યો. ઘટના 20થી 30 એપ્રિલની વચ્ચે આરોપીના ઘર પર થઈ હતી. શખ્સે છોકરીને ઘટના વિશે કોઈને વાત નહીં કરવાની ધમકી આપી હતી. પીડિતા હવે ડરેલી છે, જો કે, તેને આખી વાત ત્યારે જણાવી જ્યારે તેના પિતાએ વીડિયો જોયો. પીડિતાના પિતાએ જણાવ્યું કે, આરોપી પાડોશમાં રહેતો હતો અને મોટા ભાગે પરિવારને મળવા આવતો હતો. તે દરેક વખતે ધાર્મિક યાત્રા પર તેની સાથે જતાં હતા.
ઘટનાના દિવસે જ્યારે છોકરી પોતાના ઘરની બહાર એકલી હતી અને તેને ફોસલાવીને અને પોતાના ઘરમાં લઈ ગયો. ત્યાર બાદ ત્યાં એકાંત શોધી ખૂણામાં લઈ ગયો અને કથિત રીતે તેની સાથે રેપ કર્યો. આરોપીના 40 વર્ષિય દીકરાને શંકા હતી કે તેના પિતા જાદુટોણાં કરે છે. અને ચૂપચાપ ઘરમાં ફોન સેટ કર્યો અને રેપનો વીડિયો રેકોર્ડ કરી લીધો.