Satya Tv News


જંબુસર તાલુકાના પીલુદરા ગામે મહાદેવ નો ટેકરો વિસ્તારમાં રહેતો અરવિંદભાઈ દુખીભાઈ વિશ્વકર્મા મૂળ બિહાર નાઓ ગુજરાત મેડિકલ કાઉન્સિલ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ની કોઈ ડીગ્રી ન હોવા છતાં મેડિકલ નો સામાન દવાઓ રાખી ડિગ્રી વગર બીજાની જિંદગી જોખમાય તે રીતે કૃત્ય કરી દવાખાનું ચલાવતા હતા. જેથી ભરૂચ એસ ઓ જી પોલીસે ઘટના સ્થળે છાપો મારી જોલા છાપ ડોક્ટર ને રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રે ઉલ્લેખનીય છે કે કાવ્ય પોલીસે પણ હમણાં થોડા દિવસ અગાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા

Created with Snap
error: