એક સપ્તહમાં આજે ત્રીજી ઘટનાએ તંત્રને દોડતું કર્યું છે. ગુરુવારે મોડી રાતે અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલી ટેગરોસ કંપની ના પ્લાન્ટમાં ધડાકાની ઘટનાએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો હતો. મશનરીમાં ધડાકો એટલો પ્રચંડ હતો કે કંપનીને અડીને રહેતા શ્રમજીવીઓ અને આસપાસની કંપનીઓમાં કંપન અનુભવાયું હતું. આ ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર આપવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોમાં નાના બાળકનો પણ સમાવેશ થાય છે જે કંપની નજીક શ્રમજીવીઓ સાથે સૂતુ હતું ત્યારે તેના ઉપર કાટમાળનો ટુકડો પડ્યો હતો.