Satya Tv News

યુવક મોંઘીદાટ કાર લઈ રોલા પાડતોઅમદાવાદ પોલીસે સ્ટંટબાજોની ‘REELS ઉતારી દીધી, ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહીં’, પોસ્ટર સાથે દેખાયો યુવક

અમદાવાદ પોલીસે સ્ટંટબાજોની ‘REELS ઉતારી દીધી
લોકોના જીવ જોખમમાં મૂકીને વાહનો હંકારતા યુવક સામે કાર્યવાહી
ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહીં’, પોસ્ટર સાથે દેખાયો યુવક

અમદાવાદમાં અવાર-નવાર લબરમૂછિયાઓ કાર અને બાઇક પર સ્ટંટ કરી પોતાના અને લોકોના જીવ જોખમમાં મૂકતાં હોય તેવા વિડીયો સામે આવ્યા છે. જોકે બાદમાં જે-તે પોલીસ સ્ટેશન દ્વારા તેમના પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી છે. જેમાં એક વ્યક્તિ લોકોના જીવ જોખમમાં મૂકીને વાહનો હંકારતો હોઇ અમદાવાદ પોલીસે કાર્યવાહી કરી છે.

અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર એક યુવક મોંઘીદાટ કાર લઈ રોલા પાડતો હતો. જોકે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. જે બાદમાં યુવકને બરાબરનો પાઠ ભણાવ્યો છે.

error: