Satya Tv News

પોઇચા ખાતે કિસાન સંઘ,ગુજરાત ની મિટિંગ યોજાઈ
ખેડૂતો સંગઠિત થશે તો ધાર્યું પરિણામ મળશે
દેવુભા કાઠી, પ્રમુખ – ગુજરાત કિસાન સંઘ

રાજપીપળા ના પોઇચા ખાતે ગુજરાત કિસાન સંઘ ની મિટિંગ યોજાઈ હતી.નર્મદા જિલ્લા કિસાન સંઘ ના કારોબારી સભ્યો અને હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવી હતી.ખેડૂતો ના પ્રાણ પ્રશ્ને યોગ્ય જગ્યા એ રજૂઆતો કરી સુખદ સમાધાન લાવવા હાકલ કરવામાં આવી હતી.

          કિસાન સંઘ,ગુજરાત ની નર્મદા અને ભરૂચ જિલ્લા ની પરિચય મિટિંગ રાજપીપળા ના પોઇચા ખાતે યોજાઈ હતી.બેઠકમાં નર્મદા જિલ્લા ના ૨૫ કારોબારી સભ્યો ને નિયુક્તિ કરી તેમને આવકારવામાં આવ્યા હતા.જ્યારે ભરૂચ જિલ્લા મીડિયા પ્રભારી તરીકે ઝફર ગડીમલ ની નિયુક્તિ કરવામાં આવી હતી. નર્મદા અને ભરૂચ જીલાલ ના ઉપસ્થિત હોદ્દેદારો અને સભ્યો એ પોતાનો પરિચય આપ્યો હતો.આ પ્રસંગે બોલતા ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવુભા કાઠી એ કહ્યુ હતુ કે ખેડૂતો સંગઠિત રહેશે તો ધાર્યું પરિણામ મેળવી શકશે.ખેડૂતોના પડતર પ્રશ્નના ઉકેલ લાવવા ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકરો ને કામે લાગી જવા આહવાન કર્યું હતુ.ભરૂચ જિલ્લા ના પ્રમુખ પ્રવીણસિંહ સિંધા એ ખેડૂતોનો અવાજ બની તેમના દુઃખને સુખમાં પરિવર્તિત કરવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે હોદ્દેદારો ને નિમણૂક પત્ર તેમજ તુલસી નો છોડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પરિચય મિટિંગ માં પ્રદેશ મહામંત્રી નિઝામભાઈ,જીતેન્દ્રસિંહ ઠાકોર,રઘુવીરસિંહ કોસાડા,નર્મદા જિલ્લા પ્રમુખ દોલતસિંહ પરમાર,નિવૃત મામલતદાર ગોપાલભાઈ તડવી,જિલ્લા મહામંત્રી સુધીરસિંહ અટોદરિયા,જ્યોતિબેન તડવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા.

error: