Satya Tv News

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર નહિં ઉભા રાખે
કોંગ્રેસ ઉમેદવાર નહિં ઉભા રાખે તો બિનહરીફ વરણી થશે
સંખ્યાબળ પુરતુ ન હોવાથી લેવાયો નિર્ણય: મનિષ દોશી

રાજ્યસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ પક્ષ તરફથી મહત્વની વિગતો સામે આવી છે. કોંગ્રેસ નેતાના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો ઉભા નહી રાખે જે સમગ્ર બાબતને લઈ મનિષ દોશીનું નિવેદન સામે આવ્યું છે કે, સંખ્યાબળ ન હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે.

કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહી રાખે તો બિનહરિફ વરણી કરવામાં આવશે. રાજ્યસભાની 3 બેઠક પર 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જે ચૂંટણી લઈને ભાજપ એક્શનમાં જોવા મળી રહી છે અને ગમે તે ક્ષણે ત્રણ બેઠકો પર નામો જાહેર થઈ શકે છે. આપને જણાવીએ કે, વર્તમાન 11 બેઠકો પૈકી 8 બેઠકો ભાજપ પાસે છે. તેમજ સૌરાષ્ટ્ર અને ઉતરગુજરાતમાં નેતાને ભાજપે રાજ્યસભામાં મોકલ્યા છે અને હવે દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતને તક મળે તેવી પ્રબળ શકયતાઓ પણ વર્તાઈ રહી છે. ભાજપ પાસેની 8 બેઠકોમાંથી 3 સાંસદ સૌરાષ્ટ્ર અને 3 સાંસદ ઉત્તર ગુજરાતના છે જ્યારે જ્યારે એક સાંસદ અમદાવાદ અને એક અન્ય રાજ્યના છે.

ગુજરાત, હિમાચલ અને કર્ણાટકની ચૂંટણી બાદ રાજ્યસભાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતની 3 રાજ્યસભા બેઠકો માટે પણ ચૂંટણી જાહેર કરાઇ છે. કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ રાજ્યસભા માટે 13 જુલાઇએ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ હશે. જે બાદ 14 જુલાઇએ ફોર્મની તપાસ અને 17 જુલાઇ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ નક્કી કરાઇ છે. તો રાજ્યસભાની ચૂંટણી 24 તારીખે યોજાનાર છે. જેનું પરિણામ 24ની સાંજ જ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે, ધારાસભ્યોનું સંખ્યાબળ જોતાં આ વખતે ત્રણેય બેઠક પર બિનહરીફ ભાજપના ઉમેદવારો મોકલવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે.જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.ત્યારે આ ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. આ વખતે પણ 3 બેઠકો પર ભાજપ પ્રતિનિધિત્વ કરશે. કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું હોવાથી 3 બેઠક ફરી ભાજપના ફાળે જવાની શક્યતા છે.

error: