Skip to main content

Satya Tv News

રેસકોર્સ થી નટુભાઈ સર્કલ તરફ જતા વચ્ચેના માર્ગ પર નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ પર સવારે 11 વાગ્યાના અરસામાં પાયાનું ખોદકામ ચાલતું હતું તે દરમિયાન માટીની ભેખડ તૂટી પડતા કેટલાક શ્રમજીવીઓ દબાયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે.

બનાવને પગલે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા દબાયેલા શ્રમજીવીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા જ્યારે હજી એક મજૂર દબાયેલો હોવાની વિગતો મળતા તેને શોધવાની કામગીરી ચાલી રહી છે.

error: