Satya Tv News

અમદાવાદમાં શિક્ષક પતિના અન્ય સ્ત્રીઓ સાથે ફોનમાં બિભત્સ ફોટા આડા સંબંધ હોવાની જાણ શિક્ષિકા પત્નીને થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. એક વખત સમાધાન થયા બાદ પણ પતિના ફોનમાં અન્ય મહિલાના બિભત્સ ફોટા મળી આવતા સમગ્ર મામલો પત્ની સામે આવ્યો હતો.

શિક્ષિકા પત્નીને તેના શિક્ષક પતિના આ કાંડની જાણ થતા તેમણે પતિને પુછપરછ કરી હતી, જેથી ઉશ્કેરાયેલા પતિએ તેમની પત્ની સાથે મારામારી કરી હતી. આ સાથે જ, તેમની દીકરીએ પિતાનો મોબાઈલ ચેક કરતા અન્ય સ્ત્રીઓના બિભત્સ ફોટા પણ મળી આવ્યા હતા. આથી, ઉશ્કેરાયેલા પતિએ દીકરી અને પત્નીને માર મારી ઘરમાંથી કાઢી મુક્યા હતા. આ મામલે પત્નીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.આનંદનગર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલા શિક્ષિકા તરીકે નોકરી કરે છે. મહિલાના લગ્ન વર્ષ 2010 માં થયા હતા. તેમનો પતિ પણ શિક્ષક છે અને બન્ને એક જ શાળામાં નોકરી કરે છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બન્નેના લગ્ન બાદ પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની પત્નીને જાણ થઈ હતી. જેથી આ પહેલા એક વખત મહિલાએ પતિને આ મામલે પુછપરછ કરી તો પતિએ ઝઘડો કરીને મારઝુડ કરવા લાગ્યો હતો. જોકે તે સમયે પણ મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ સમાધાન થતા મહિલા તેની દીકરી સાથે પતિના ઘરે પરત રહેવા ચાલી આવી હતી.

error: