Satya Tv News

સુરતના ઓલપાડમાં ખેડૂતો નો વિરોધ યથાવત છે. અસરગ્રસ્ત ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. હજીરા-ગોઠણ રેલ્વે લાઈનને લઈ ખેડૂતો નોંધાવી રહ્યા છે વિરોધ છે. અગાઉ જમીન સંપાદન નહિ થાય તેવું મંત્રીએ જણાવ્યું હતું. જોકે હવે ફરીથી જમીન સંપાદન અંગે જાહેરનામું બહાર પાડતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નવી રેલવે લાઈન ને મુદ્દે ખેડૂતોને અંધારામાં રખાયા છે તેમ જણાવી રહ્યા છે. એક પણ ખેડૂતો જમીન નહિ આપે જમીન સંપાદન કોઈ પણ ભોગે નહિ થવા દઈએ તેમ જણાવી રહ્યા છે. આજરોજ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો ઓલપાડ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા, અસરગ્રસ્ત ખેડૂતોએ પ્રાંત અધિકારીને વાંધા અરજી રજૂ કરી છે. આ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય દર્શના જરદોસ ના કાર્યલયના ઘેરાવ ની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

error: