આજે કેબિનેટ બેઠકમાં વર્તમાન ચોમાસામાં પડેલા ભારે વરસાદને પગલે થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં થયેલા પાકના નુકસાન અંગેની સમીક્ષા હાથ ધરાય તેવી સંભાવના છે.
આગામી 15 ઓગસ્ટના કાર્યક્રમ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ આગામી G-20ની ગુજરાતમા બેઠકો ની તૈયારી બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. સરકારની નીતીવિષયક બાબતો તેમજ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે.