રાજકોટમાં ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, પરિવારે પોલીસ કમિશનરને રજૂઆત કરતા પોલીસે તપાસ હાથ ધરી.
શહેરમાં ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબ બુખારી નામના યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી છે, એટલું જ નહીં મહેબૂબે યુવતીનું નામ પણ બદલી નાખ્યું છે અને તેને ગાયબ કરી નાખી હોવાનો યુવતીના પરિવારે આક્ષેપ લગાવ્યો છે. સાથે જ યુવતીના પરિવારે પોલીસ પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હાલ સમગ્ર મામલો પોલીસ કમિશનર પાસે પહોંચતા પોલીસે લવ જેહાદના એન્ગલથી તપાસ શરૂ કરી છે.
આ પરિવારની દિકરી શહેરની કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરે છે. કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરતી દીકરી 26 જૂનથી ગાયબ થઈ જતા યુવતીનો પરિવાર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવતીના પરિવારે ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબ બુખારી નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવા ન આવતા પરિવારે કુંડલિયા કોલેજના સંચાલકોનો સંપર્ક કર્યો હતો અને પોતોની દર્દભરી કહાની વર્ણવી હતી.
યુવતીના પિતાની રજૂઆત સાંભળ્યા બાદ કોલેજના સંચાલકોએ સમગ્ર મામલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને જાણ કરી હતી. જે બાદ હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મહેબૂબને ઉઠાવી લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તો રિયાની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.