આ બાબતે ભરૂચ જિલ્લા પોલીસને જાણ કરવામાં આવતા સાઇબર ક્રાઇમની ટીમે તપાસ શરુ કરી ભેજાબાજો સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.જિલ્લા કેલક્ટરને આબાબતની જાણ થી ત્યાં સુધી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના દુરુપયોગ થકી લખો ખંખેરી લેવાયા હોવાનું સામે આવ્યું છે.આ મામલાને લઈ હજુ સુધી જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી જોકે કલેકટર કચેરીના સૂત્રોએ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવા ચક્રો ગતિમાન કરાયા હોવાનું જણાવ્યું હતું.
