રાજકોટ-જામનગર હાઈવે પર તરઘડી નજીક ફોર્ચ્ચુનર કાર ટ્રકની પાછળ ઘુસી જતા ગેમ ઝોનના માલિકનું કરુણ મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ટ્રક ચાલકને જાણ ન હોવાથી 3 કિલોમીટર સુધી ફોર્ચ્યુનર કાર પાછળ ઢસડાઈ હતી. જે બાદ અકસ્માતની જાણ થતા ટ્રક ચાલકે ટ્રકને રોક્યો હતો અને 108ને ફોન કરીને જાણ કરી હતી.
પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ત્રણ બહેનોના એકના એક ભાઈનું નિધન થઈ જતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.