રાજ્યમાં નકલી માર્કશીટનું મોટું કૌભાંડ ઝડપાયું છે. મહેસાણામાં માત્ર બે મિનિટમાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટનું રેકેટ ઝડપાયું છે. આ નકલી માર્કશીટથી લોકો સરકારીની સાથે સાથે ખાનગી નોકરીઓ પણ મેળવતા હોવાની માહિતી સામે આવી છે. મહેસાણાના બેચરાજીમાં એક ઝેરોક્ષની દુકાનમાં આ કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. મહેસાણા એલસીબી દ્વારા સંચાલક કુલદીપ હરગોવિંદ સોલંકી સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વિજય ઝાલા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ બંનેની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. હવે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.આ મામલે કેટલા લોકોએ નોકરી મેળવી તેના માટે કયા દસ્તાવેજો રજુ કરવામાં આવ્યા અને તેના અંગ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અનેક લોકોએ મારુતિ અને હોન્ડા કંપનીમાં નોકરીઓ મેળવી હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે.