Satya Tv News

તારીખ 21 નવેમ્બર 2023 ની તારીખ નિર્ધારીત કરી દેવામાં આવી છે. સુરત-મુંબઈની કુલ 190 મોટી કંપનીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફીસ અને હીરાના ટ્રેડીંગની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. દિવાળી પછી 21 નવેમ્બરના શુભ દિવસથી અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સુરત ડાયમંડ બુર્સનો શુભારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહી શકે છે.

સુરત ડાયમંડ બુર્સ ખાતે વધુ ૧૬૦ કંપનીઓ ૨૧ નવેમ્બરથી વેપાર આરંભ થશે. અગાઉ ૧૯૦ હીરાની કંપનીઓએ ડાયમંડ બુર્સ ખાતે ઓફિસ શરૂ કરવા સહમતી આપી છે. અગાઉ ૧૯૦ હીરાની કંપનીઓએ ડાયમંડ બુર્સ ખાતે ઓફિસ શરૂ કરવા સહમતી આપી છે.

દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, 21 નવેમ્બરથી માત્ર હીરાના વેપારીઓની ઓફિસોની સાથે, સેફ ડિપોઝીટ વોલ્ટ, કસ્ટમઝોન, બેન્ક, અને રેસ્ટોરન્ટની સુવિધાઓ પણ શરૂ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુમુલ ડેરીએ અહીં માસ્ટર શેફ રેસ્ટોરન્ટ શરૂ કરવાની તૈયારી દાખવી છે. અમૂલ પણ અહીં આઉટલેટ શરૂ કરે એવી શક્યતા છે.

error: