Skip to main content

Satya Tv News

પીઠોર ગામના તળાવ ફળીયામાંથી ઝડપાયો દારૂ
LCBએ દારૂ સાથે બુટલેગરની કરી ધરપકડ
કુલ 42 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે
અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથધરી .

વાલીયાના પીઠોર ગામના તળાવ ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ભરૂચ એલસીબીએ 42 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલનાએ જીલ્લામાં પ્રોહીબીશન જુગારની અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આપેલ સુચનાને આધારે એલસીબીના પી.આઈ. ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી, કે પીઠોર ગામે તળાવ ફળીયામાં રહેતો નરેશ ઠાકોર વસાવાએ પોતાના ઘરની પાછળ વાડામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે,જે બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૨૫ર બોટલ અને રોકડા મળી કુલ 42 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, અને બુટલેગર નરેશ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે ઉમરપાડાના રવિ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: