Satya Tv News

૧૯ વર્ષ બાદ આવેલા અધિકમાં શ્રાવણ માસના સંયોગ થી બે માસ સુધી શ્રાવણ નો રંગ જામશે

અધિક શ્રાવણ માસનો આજરોજ પ્રારંભ થયો છે ત્યારે ઝઘડિયા પંથકમાં શિવાલયોમાં વહેલી સવારથી મહાદેવની પૂજા અર્ચના અને વિવિધ પૂજાઓનો પણ પ્રારંભ થયો છે અને સાથે સાથે હર હર મહાદેવના નાદ થી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. ચાલુ સાલે ૧૯ વર્ષ બાદ અધિક માસમાં શ્રાવણ માસનો સંયોગ ઉભો થતાં બે માસ સુધી શ્રાવણનો રંગ રહેશે. અધિક શ્રાવણ માસના પ્રારંભે વિવિધ પૂજા અર્ચનાના કાર્યક્રમો ઝઘડિયા પંથકના શિવાલયોમાં યોજાયા હતા. મહાભિષેક રૂદ્રી પાઠ સત્યનારાયણની કથા વિગેરે પૂજાઓ અધિક શ્રાવણના પહેલા દિનથી જ આરંભી દેવાઈ હતી. હિન્દુ ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે ત્યારે શ્રાવણ માસનું મહાત્મય તો ખૂબ જ હોય છે અને તેમાં પણ અધિક શ્રાવણ માસનો ખૂબ મહાત્મય હિંદુ ધર્મના વેદ પુરાણોમાં લખાયું છે ઝઘડિયા પંથકનો નર્મદા નદી કિનારો આમ પણ શિવાલયની હડમાળાથી રચાયેલો છે ત્યારે શિવ પુત્રી નર્મદાના કિનારે પણ અનોખું દ્રશ્ય શ્રાવણના પ્રથમ દીને જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ તાલુકા ની ધર્મપ્રિય જનતા નર્મદા નદી કિનારે નર્મદા સ્નાન માટે ઉમટી પડી હતી અને માતાજીને ચુંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના શ્રી જગન્નાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ રૂદ્રી પાઠ, મહાભિષેક તથા સત્યનારાયણની કથાનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

Created with Snap
error: