Satya Tv News

અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, લોકડાઉનમાં નોકરી હાથ ધોઈ બેઠેલી રાજકોટની 23 વર્ષીય યુવતી કામની શોધખોળ કરી રહી હતી. ત્યારે તેનો સંપર્ક સોશિયલ મીડિયામાં અમદાવાદના માલદેવ ભરવાડ સાથે થયો હતો. તેણે યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવવાનો વાયદો આપ્યો હતો.

જે બાદ તેને મિટિંગનું કહીને અમદાવાદની રેડિસન બ્લુ હોટલમાં બોલાવી હતી. અહીં પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા અને જીતેન્દ્ર ગોસ્વામી પણ હાજર હતા. હોટલના રૂમમાં કોલ્ડ્રીંકમાં કેફી પદાર્થ આપીને યુવતીને બેભાન કરીને તેની સાથે વારા ફરતી વારા ત્રણેયે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટો-વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરતા હતા. જૈમિન પટેલ અને નીલમ પટેલ નામના યુવકોએ પણ દુષ્કર્મ આચર્યું હતું.

જે બાદ 5 નરાધમોએ યુવતીને બ્લેકમેઇલ કરીને અમદાવાદ, આબુ, માંડવી, તેમજ ગાંધીધામ સહિત લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પીડિતાએ હિંમત કરીને અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે તમામને ઝડપી લીધા હતા.

એકસાથે 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો હોવાનું સામે આવ્યું છે.એવું પણ જાણવા મળ્યું છે કે, અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે પહોંચીને પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને તથ્યને છોડાવીને રાત્રે જ લઇ ગયો હતો.

error: