Satya Tv News

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનાં એક ગામમાં બાર સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષ ની નાબાલિકા એ કોલ કરી મદદ માટે 181 બોલાવી, જણાવ્યું કે ટ્યુશન માંથી ઘરે પાછી ફરતા છ કલાકે ગામ નાજ યુવકે છેડતી કરવાની કોશિશ કરી પાછળ થી આવી ઉપાડી લઈ ગયો અને છેડતી કરવાની કોશિશ કરવામાં આવી તેથી મારી મદદ માટે જલ્દી આવો. 181 અભયમ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી નિરીક્ષણ કરતાં જાણવા મળ્યું કે ગામની અંદર આંગણવાડીની બાજુમાં સુમ સામ જંગલ જેવા એરિયામાં નાબાલિકાને ઉપાડી લઈ જવામાં આવી હતી અને જબરદસ્તી કરવાની કોશિશ કરવામાં આવી હતી તેમ નાબાલિકા જણાવે છે, યુવક વ્યસન કરેલ હતો, યુવકની જકડ માંથી છોડાવતા યુવકે નાબાલિકાને પેટમાં લાત મારી ઇજા પોહચાડેલ, જેમ તેમ યુવકની જકડ માંથી છોડાવી દૂર ભાગીને 181 ને કોલ કરી મદદ માટે ગાડી બોલાવેલ. નર્મદા અભયમ ટીમ ઘટના સ્થળે પોહચતા પેલો યુવક ગામ માંથી ભાગી છૂટેલ, તેથી યુવક નાં ઘરે જઈ યુવકનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને આઈડી કાર્ડ લીધું, યુવકનાં ઘરના અમારા છોકરાને સજા કરો તેમ કહેતા, નાબાલિકાનાં માતા પિતા દીકરી સાથે બીજી વાર આવી ધટના નાં બને તે માટે નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરવા માંગતા હતા, તેથી નાબાલિકાને લઇ નજીકનાં પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા લઈ જવામાં આવેલ, અભયમનાં કોન્સેલરે નાબાલિકાનાં માતા પિતાને પોસ્કો ઍક્ટ વિષે કાયદાકીય સમજ આપેલ 181 અભયમ નાબાલિકાને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ યુવક વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ, આમ 181 અભયમ ટીમે નાબાલિકાને પ્રોત્સાહન આપી કાયદાકીય કાર્યવાહી કરવામાં મદદરૂપ બનેલ.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: