Satya Tv News

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્રના સયુંકત ઉપક્રમે અડેપટીવ ટ્રાયલ યોજના હેઠળ અગ્રીમ હરોળ નિદર્શન અંતર્ગત બગાયતી પાકો જેમ કે આંબાની નવી જાતો કેસર, દશેરી, રત્ના, રાજાપુરીનું પ્રસાર કરવા માટે નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 1000 જેટલા ખેડૂતોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ડૉ. મિનાક્ષી તિવારી (ગૃહ વૈજ્ઞાનિક) એ આંબામાં મૂલ્યવૃદ્ધિ વિશે માહિતી આપી હતી. તેમજ પ્રો. વી.કે.પોશિયા(મદદનીશ પ્રાધ્યાપક) આંબાનાં રોપાની માવજત કેવી રીતે કરવી તેના વિશે માહિતી આપી તમામ ખેડૂતોને માહિતગાર કર્યા હતા તેમજ પ્રો.નિખિલ ચૌધરીએ આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે તમામ ખેડૂતોને માહિતી આપી હતી.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: