કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી હતી. જેની આજે સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ આજે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમકોર્ટે આ મામલે પૂર્ણેશ મોદીને પણ નોટિસ ઈશ્યૂ કરી હતી. તેમને 10 દિવસમાં જવાબ આપવા પણ નિર્દેશ આપ્યો છે. આ સાથે ગુજરાત સરકારને પણ સુપ્રીમકોર્ટે નોટિસ ઈશ્યૂ કરી છે. રાહુલ ગાંધીએ એવી દલીલ કરી હતી કે વાયનાડમાં ગમે ત્યારે પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે. હવે આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે કરવામાં આવશે
આ અરજી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈના રોજ આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યો હતો અને સજા પર સ્ટે આપવાની ના પડી દીધી હતી. આ મામલામાં નીચલી કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ્દ કરવામાં આવી હતી.