Satya Tv News

બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદાની ટીમ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરીના બાળકોને લગતી વિવિધ યોજના, કાયદા અને જવાબદારી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરાઈ

તિલકવાડા તાલુકા પંચાયત ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ–નર્મદા હસ્તકની તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન તડવીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

જિલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદાની ટીમ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરીની બાળકોને લગતી વિવિધ યોજનાઓ અને કાયદાઓની માહિતી આપવામાં આવી અને ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાએ બાળ અધિકારોનું હનન ન થાય તે સુનિશ્ચિત કરવા અંગે બાળ સુરક્ષા સમિતીનો રોલ અને જવાબદારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી તેમજ ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની બેઠક ગ્રામ્ય કક્ષાએ નિયમિત કરવામાં આવે અને ગુજરાત રાજય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમની યોજનાઓ અંગે માહિતી મેળવે અને ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની બેઠકના ઠરાવમાં લઈ દિવ્યાંગો વ્યક્તિઓ, બાળકોને યોજનાકિય લાભ વધુને વધુ મેળવે તે અંગે આશ્રમ શાળા, પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા કોલેજ સુધી માહિતી પોહચાડવામાં આવે તેમજ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ બાળકને લગતી યોજનાઓનો અને કાયદાઓનો અમલીકરણ વધુ સારી રીતે થાય તે જોવા સમિતિના સભ્યોને રચનાત્મક સુચનો અપાયા હતા.

બેઠકમાં સભ્ય સચિવ તાલુકા વિકાસ અધિકારી ધીરૂ જાસોડિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતનભાઈ પરમાર, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર અસ્મિતા ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષાણાધિકારી રમેશ પરમાર,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.સુબોધ પટેલ અને ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના પ્રતિનિધિ સરપંચ સભ્ય વૈધર ગ્રામ પંચાયતના સરપંચશ્રી ગૌરાંગભાઈ તડવી, રામપુરી ગ્રામ પંચાયતના સરપંચ ઉષા તડવી તેમજ સ્થાનિક NGOના પ્રતિનિધિ જયદીપ બારિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવાસાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: