જંબુસર તાલુકાના કારેલી ગામના અંદી વગામાં રહેતા મયુરકુમાર ગણપતભાઈ પઢીયાર ઉંમર વર્ષ આશરે ૨૧ નાઓ ગતરોજ સવારના આરસામાં ઘરેથી કારેલી ગામના ભાઠામાંભેંસો ચરાવવા ગયા હતા. સાંજ પડતા મયુર પઢીયાર ઘરે નહીં આવતા પરિવારજનો તથા ગ્રામજનો એ શોધખોળ આદરી હતી. આજે કારેલી ગામના આથમણા વિસ્તારના ભાઠામાં આવેલ તળાવમાંથી મયુર પઢીયાર ની લાશ મળી આવી હતી. જે અંગે વેડચ પોલીસને જાણ થતા વેડચ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મરણ જનાર મયુરકુમાર પઢીયાર ની લાશનો કબજો મેળવી પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અને આગળની કાયદેસરની કાર્યવાહી વેડચ પોલીસે હાથ ધરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર