મણિપુરમાં ઈન્ટરનેટ શરૂ થતાની સાથે જ માહોલ બગાડનારી ગેંગ એક્ટીવ થઈ ગઈ છે. કોઈ એવા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યું છે જે બિલકુલ મણિપુરના નથી. પોલીસ હવે આવા લોકો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. મણિપુર લગભગ ત્રણ મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. મહિલાઓ પર અત્યાચારો થઈ રહ્યા છે. લોકોની હત્યા થઈ રહી છે. ઘરોને આગ લગાડવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓના સૂત્રોની વાત માનીએ તો મણિપુરમાં જેમ જેમ ઇન્ટરનેટ શરૂ થયું. એ જ રીતે મણિપુરનું વાતાવરણ બગાડવાનું ષડયંત્ર શરૂ થયું. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેનો મણિપુર હિંસા સાથે કોઈ સંબંધ નથી. જો કે, પોલીસ આવા વિડીયો વાયરલ કરતા આવા એકાઉન્ટ પર ચાંપતી નજર રાખી રહી છે.
મણિપુર હિંસા કેસમાં 6000 થી વધુ FIR નોંધવામાં આવી છે, જેમાં 70 કેસ હત્યા સાથે જોડાયેલા છે. 700 લોકોની અટકાયત કરવામાં આવી છે. તે જ સમયે, સુરક્ષાના સંદર્ભમાં પેરા મિલિટરીની 123 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. 62 કંપનીઓના 6 હજાર 200 CRPF જવાનો તૈનાત છે. 12 હજાર વધારાના અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. મણિપુર પોલીસ કર્મચારીઓ 24 કલાક મોનિટરિંગ કરી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકારની સાથે કેન્દ્રીય સુરક્ષા દળો મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.