Satya Tv News

લીલા દુષ્કાળના વાગ્યા ડંકા: સતત વરસાદ અને અનરાધાર આફત વચ્ચે ગીરના ખેડૂતોની વધી ચિંતા, સતત એક મહિનાથી પાક પાણીમાં હોવાથી નિષ્ફળ જવાનો ભય.

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વાવાઝોડા બાદ જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ થયો તે પાક માટે અમૃત સમાન હતો. ખેતરમાં મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું હતું. જે બાદ 18 જુલાઈએ વરસાદે વિકરાળ સ્વરૂપ ધારણ કરી 24 કલાકમાં 15થી 24 ઈંચ જેટલો ખાબક્યો, ત્યારે તે મેઘકહેર સમાન બની ગયો. હાલમાં ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. ખેતરોમાં જઈ શકાય તેવી સ્થિતિ જ નથી, ત્યારે પાકની સ્થિતિ અત્યંત બદતર બની જવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.

ગીરના ખેતરો તો હજુ પણ પાણીથી ભરેલા જ છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જુટવાઈ રહ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. ચોમાસાના ચાર મહિના પૈકી હજુ તો દોઢ માસ પુરા થવામાં છે. ત્યાં જ આટલો ભારે વરસાદ ખાબક્યો છે. હજુ બે માસથી વધુ ચોમાસાના બાકી છે. હજુ સતત વરસાદ થાય તો ખેડૂતોએ માથે ઓઢી રોવાનો જ વારો આવે તેવી ભીતિ સેવાય રહી છે.

એક મહિનામાં ગીર સોમનાથ જિલ્લામાં પડેલા વરસાદ વરસાદની વાત કરીએ તો, સુત્રાપાડામાં 61 ઇંચ, તાલાલામાં 56 ઇંચ, વેરાવળમાં 56 ઇંચ, કોડીનારમાં 37 ઇંચ, ઉનામાં 33 ઇંચ, ગીરગઢડામાં 22 ઇંચ નોંધાયો છે.

error: