Satya Tv News

દેશભરમાં મેઘમહેર યથાવત છે ત્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે વરસાદને કારણે યમુનોત્રી હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. અનેક વાહનો દટાયા હતા. શાળાઓમાં પણ કાટમાળ જમા થયો હતો. બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ તરફ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેહરાદૂન, ઉત્તરકાશી, ટિહરી, પૌરી અને નૈનીતાલમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. SDRF અને ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરવામાં આવી છે.

દિલ્હીમાં ફરી એકવાર યમુનાનું જળસ્તર ભયજનક સપાટીને પાર કરી ગયું છે. હિમાચલમાં 22 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. ઓડિશાના 15 જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ છે.

રાજસ્થાનના જોધપુર અને બિકાનેરમાં ભારે વરસાદ થયો છે. જોધપુરની એક શેરીમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે બાઇક, સ્કૂટી અને સવારો ધોવાઈ ગયા હતા. 2 કલાકમાં 66.8 મીમી વરસાદ નોંધાયો હતો. મહારાષ્ટ્રના પાલઘર, મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગીરીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે.

error: