ડભોઇ વેગા ચોકડી થી નાદોદી ભૌગોળ સુધીમાં તેમજ શિનોર ચોકડી થી સાઠોદ રોડ પર ચોમાસાના વરસાદના કારણે અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું તકલાદી કામ કરેલું હોય, જેથી વરસાદના પાણીથી રોડનું ધોવાણ થતા મોટા મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકોમાં વરસાદ ના પાણીથી ખાડા ભરેલા હોવાથી જેના કારણે વાહન ચાલકો ખાડા પાણીના કારણે દેખાતા નથી જેને લઈને અકસ્માત સર્જાતા રહ્યો છે .સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મેન રસ્તો હોવાના કારણે અહીંથી રોજિંદા મોટાભાગના વાહનો ની અવરજવર વાહનો રોજ પસાર થઈ રહ્યા છે, અને અધિકારીઓ અને નેતાઓ પણ પસાર થઈ રહ્યા છે ,તેમ છતાં લાગતા તંત્ર દ્વારા ખાડા પુરાતા નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા લોકોના ખાડામાંથી પસાર થવું પડે છે, વહેલી તકે ખાડા પુરાય એવી વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે. નજીકમાં જ પી ડબ્લ્યુ ઓફિસ છે, અહીંથી જતા અધિકારીઓને પણ ખબર નહીં પડતી હોય કે પછી સરકારના પૈસાનું પાણી કરવામાં અધિકારીઓને રસ છે એસી ચેમ્બરમાં બેસીને અધિકારીઓ બહાર નીકળે તો પ્રજા શું મુશ્કેલીમાં છે, તેની ખબર પડે
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ