Satya Tv News

નવી મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવતી એક ટોળકી પર નવી મુંબઈ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલે કાર્યવાહી કરી એક મહિલાની ધરપકડ કરી હતી. આ મહિલા સાથે રેકેટ ચલાવતા તેના બે સાથીદારો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

મુંબઈમાં છ મહિનાથી ઓનલાઈન સેક્સ રેકેટ ચાલી રહ્યું હોવાની જાણ નવી મુંબઈ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ (એયુટીએસ)ને મળી હતી. આ જાણકારી મળ્યા બાદ પોલીસે છટકું ગોઠવ્યું હતું અને નકલી ગ્રાહક બની રેકેટ ચલાવતા લોકોનો સંપર્ક કર્યો હતો.

બનાવટી ગ્રાહક બનેલ પોલીસે ફલાવીયાને ૬૦ હજારની રોકડ આપી હતી.
ફલાવીયાએ જેવી આ રકમ સ્વીકારી કે થોડા જ ક્ષણોમાં પોલીસને ટીમે તેને ઘરે લઈ તેની ધરપકડ કરી હતી. આ મહિલાની પૂછપરછમાં આ લોકો ગ્રાહકને વોટ્સએપ પર યુવતીઓના ફોટા મોકલી ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલતા હતા. જોકે પીડિત યુવતીઓની પૂછપરછમાં તેમને ખૂબ જ નાની રકમ આપવામાં આવતી હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે આ પ્રકરણે ફરાર લોકોને પકડી પાડવાના પ્રયાસ આદર્યા છે.

error: