Satya Tv News

ધોરણ 10 અને 12માં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજવામાં આવે છે. આ વર્ષે માર્ચ મહિનામાં યોજાયેલી ધો.10-12ની પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક 10થી 14 જુલાઈ દરમિયાન લેવામાં આવી હતી.

પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. તેમજ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણી શકે છે. આ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી આ વર્ષે જ કોલેજમાં વિવિધ વિદ્યા શાખાઓમાં પ્રવેશ મેળવી શકશે.

આ પરિણામ માત્ર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓને ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર લેવા અંગે હવે પછી જાણકારી આપવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ પોતાની શાળામાંથી જ મળશે.

વોટ્સઅપ પર જાણી શકે છે પરિણામ

પરીક્ષાર્થીઓ વેબસાઇટ ઉપરાંત વોટ્સએપ પર પણ પરિણામ જોઈ શકે છે. પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે બોર્ડ દ્વારા વેબસાઈટની સાથે-સાથે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણી શકાશે.

error: