Satya Tv News

સુરત શહેરમાં ઓટો રિક્ષામાં બેઠેલા પેસેન્જરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ગેંગના બે સાગરીતોની ઉધના પોલીસે ધરપકડ કરી ચોરીના 40 મોબાઈલ કબ્જે કર્યા છે. આરોપીઓની પૂછપરછમાં શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ પાંચ ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા છે. જ્યાં આરોપીઓ પાસેથી મોબાઈલ, ઓટો રિક્ષા સહિત 3.85 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે. આરોપીઓ એકલ-દોકલ દેખાતા પેસેન્જરોને ઓટો રિક્ષામાં બેસાડતા હતા. જે બાદ આગળ પાછળ ખસવાનું કહી મોબાઈલ ચોરી કરી ફરાર થઇ જતા હતા. ગેંગના અન્ય બે સાગરીતોને પણ પોલીસે હાલ વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓટો રીક્ષા ગેંગ સક્રિય બની છે. ગેંગના માણસો શહેર વિસ્તારમાં ફરી એકલ-દોકલ દેખાતા પસેન્જરોને પોતાની ઓટો રિક્ષામાં બેસાડે છે. જે બાદ આગળ-પાછળ ખસવાનું કહી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરી લે છે. જે ગેંગના માણસો ઓટો રિક્ષા લઈ પોતાના ગુનાને અંજામ આપવા ઉધના વિસ્તારમાં ફરી રહી છે, જે મુજબની બાતમીના આધારે ઉધના પોલીસે વોચ ગોઠવી દાઉદ આમીન ખાન અને આમિર આમીન ખાન નામના શખ્સોની ઉધના વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આરોપીઓઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા તેમની પાસેથી ચોરીના અલગ-અલગ કંપનીના કુલ 40 મોબાઈલ મળી આવ્યા હતા

હાલ ઝડપાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ, ઓટો રીક્ષા મળી 3.85 લાખની મત્તા ઉધના પોલીસ દ્વારા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા પોલીસે વ્યકત કરી છે..

error: