Satya Tv News

સારસા ગામે ૩૦૦૦ રોપાનું વિતરણ કરાયું
ઘનિષ્ઠ વનીકરણ યોજના હેઠળ રોપાનું વિતરણ
કુલ ૩૦૦૦ જેટલા આંબાના રોપાઓનું વિતરણ
આયોજકોએ સહુનો માન્યો આભાર 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજરોજ ઘનિષ્ઠ વનીકરણ યોજના હેઠળ ગ્રામજનોને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સામાજિક વનીકરણ રેંજ ઝઘડિયા તેમજ નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજપારડી ફોરેસ્ટર હેમંત કુલકર્ણી, બીટગાર્ડ કોમલ , ઝઘડિયા તાલુકા પંચાયત સદસ્ય રતિલાલ રોહિત,ગામ અગ્રણી ચંદુ વસાવા, સારસાના તલાટી સુરેશ પરમાર, મહેશ વસાવા, વીસીઇ હરેન્દ્રસિંહ રાજ તેમજ ગામ અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ફોરેસ્ટર કુલકર્ણીએ સામાજિક વનીકરણ યોજનાનો હેતુ સમજાવીને તેનો યોગ્ય લાભ લેવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. રતિલાલ રોહિતે પ્રસંગો ચિત વકતવ્ય દ્વારા ઉપસ્થિતોને વિવિધ જાણકારી આપી હતી. આયોજિત કાર્યક્રમમાં સારસા, રાજપરા,રુપણિયા,સંજાલી વિ.ગામોએથી આવેલ ખેડૂતોને કુલ ૩૦૦૦ જેટલા આંબાના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: