વડોદરાનાં માંજલપુરમાં હિટ એન્ડ રનનો બનાવ
મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાઈ
બે દિવસ પહેલા બનાવ બન્યો હોવા છતાં પોલીસની કાર્યવાહિ સામે અનેક સવાલો
વડોદરાનાં માંજલપુર પાસે 23 જુલાઈનાં રોજ રાત્રીનાં સુમારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં પુરપાટ ઝડપે કાર ચલાવતા કાર ચાલક દ્વારા મહિલાને હડફેટે લેતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જયા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાં 23 જુલાઈનાં રોજ સાંજે બની હતી. જેમાં સ્કૂટર પર જઈ રહેલ મહિલાને પુર ઝડપે ગાડી ચલાવી રહેલ કાર ચાલેક હડફેટે લીધી હતી. ત્યારે સમગ્ર હીટ એન્ડ રનની ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા હતા. ત્યારે ઘટનાને બે દિવસ થવા છતાં પણ માંજલપુર પોલીસે હજુ સુધી કંઈ કાર્યવાહિ કરી નથી. તેમજ માંજલપુર પોલીસે ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન પણ લીધું નથી.