Satya Tv News

અમદાવાદનો વર્સિલ પટેલ નામનો 19 વર્ષિય યુવક હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયો હતો. 19 વર્ષિય વર્સિલ પટેલ કેનેડાના ઓન્ટારિયો પ્રોવેન્સના બેરી શહેરમાં રહેતો હતો. વર્સિલ પટેલ સર્કલ કે કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરતો હતો. તે 21 જુલાઈ રોજ દરરોજની જેમ ચાલીને નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે એક કારે તેને ટક્કર મારી હતી. રોડ અકસ્માતમાં વર્સિલ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો કારચાલકની પોલીસે ધરપકડ કરી હતી.

વર્સિલના મૃતદેહને ભારત લાવવા માટે 30 હજાર કેનેડિયન ડોલર એટલે કે આશરે 18.61 લાખ રૂપિયાની જરૂર હતી. જેથી વર્સિલના કઝિન તરીકે પોતાની ઓળખ આપનાનાર રાજન પટેલે ‘ગોફંડમી’ વેબસાઈટ પર ક્રાઉડ ફંડિંગ શરૂ કરાયું હતું. જેમાં લોકોને વિનંતી કરવામાં આવી હતી કે લોકો ઉદાર હાથે દાન કરે, જેથી વર્સિલના પરિવારજનો તેમના દીકરાનું મોઢું જોઈ શકે. જે બાદ લોકોએ ક્રાઉડ ફંડિંગમાં દાન કરવાનું શરૂ કર્યું હતું. ક્રાઉડ ફંડિંગ દ્વારા 26.37 લાખ રૂપિયા એકત્ર થયા છે. જેનો ઉપયોગ વર્ષિલનો મૃતદેહ કેનેડા મોકલવા અને અંતિમ ક્રિયા પાછળ થશે. બાકીની રકમ વર્ષિલના પિતાના બેંક અકાઉન્ટમાં જમાં કરાવી દેવાશે.

error: