Satya Tv News

મંગળવારની રાત્રે 8થી 9 વાગ્યા વચ્ચેનો બનાવ હતો. મૃતક નરેશકુમાર રામેશ્વર રાવ નોકરી પરથી પાર્કિંગ તરફ જતા દુર્ઘટના બની હતી.એક અજાણ્યા ટ્રકના ચાલકે નરેશને અડફેટે ચઢાવી નાસી ગયો હતો. રોડ બાજુએ પડેલા નરેશને જોઈ 108ને જાણ કરાઈ હતી. 108ના કર્મચારીએ સ્થળ પર આવી કાડીયાર્ક મસાજ આપી તાત્કાલિક સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.

નરેશ બિહારનો વતની હતો. 10 દિવસ પહેલા જ ગુરુદેવ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી પર લાગ્યો હતો. સુરત હજીરા રોડ ઉપર આવેલા એસ્સાર કંપનીના પાર્કિંગ નંબર 9માં ટ્રેલર પાર્ક કરી ગાડીમાં જ સુઈ જતો હતો.નરેશને પત્ની અને ત્રણ બાળકોના પિતા હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ વતન લઈ જવાની તૈયારી ચાલી રહી છે. ટ્રક નરેશના શરીરની એક બાજુથી ફરી વળ્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે. પોલીસ આ તમામ બાબતોને ધ્યાન પર લઈ તપાસ કરે તો નરેશના પરિવારને ન્યાય મળી શકે એમ છે.

error: