Satya Tv News

બનાસકાંઠા દારૂ પ્રકરણમાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા SP, DySP, કોન્સ્ટેબલ અને ભાભર શહેર ભાજપ પ્રમુખને વકીલ મારફતે નોટિસ ફટકારી છે. જેમાં ગેનીબેન ઠાકોરે પોલીસ અધિકારી સહિત ભાજપ પ્રમુખને માફી માંગવા જણાવવામાં આવ્યું છે. 10 પાનાની નોટિસમાં જુદા-જુદા 13 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે ત્રણ દિવસમાં નોટિસનો જવાબ આપવામાં નહીં આવે તો 5 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવશે.

આ તમામને પાઠવવામાં આવેલી નોટિસમાં જુદા-જુદા 13 મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિસમાં જણાવ્યા મુજબ “ફરિયાદમાં MLA ગેનીબેના ભાઈ તરીકેનો ઉલ્લેખ ન હોવા છતાં આ તમામે મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં વાવ MLA ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી છે. જેથી પ્રાથમિક તબક્કે દરેકની વિરુદ્ધ માનહાનિના વળતર સ્વરૂપે પાંચ કરોડનો દાવો કરવા કટિબદ્ધ છીએ.” આ નોટિસ મળ્યાના 30 દિવસમાં માંફી માંગી 30 હજારનું વળતર ચૂકવવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.

error: