વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-3ના પેકેજ 8 તથા 9, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરશે. જે બાદ રેસકોર્સ ગ્રાઉન્ડમાં જંગી જાહેર સભાને પણ તેઓ સંબોધિત કરશે. આ દરમિયાન PM મોદીનાં હસ્તે KKV ચોકના ડબલ ડેકર ઓવરબ્રિજનું લોકાર્પણ થશે. આ ઉપરાંત શહેરની સૌથી મોટી લાયબ્રેરી અને સૌની યોજના-3ની પાઈપલાઈન સહિત મનપાનાં કુલ રૂ. 234 કરોડના વિકાસ કામોને પણ તેઓ પ્રજાને સમર્પિત કરશે.
રૂપિયા 41.71 કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની ૧૨૧૯ ડાયામીટરની પાણીની પાઈપલાઈન, વોર્ડ-1માં રૈયાધારમાં રૂપિયા 29.73 કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ-18માં કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોર્ડ-૬માં ગોવિંદ બાગ પાસે રૂપિયા 8.39 કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું પણ તેઓ રિમોટથી લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરશે.
ગુજરાત રાજ્ય સરકારની અનેક વિકાલ લક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ પીએમ નરેન્દ્ર મોદી હસ્તે થવા જઇ રહ્યા છે. રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ લોકાર્ણ તેજમ સૌરાષ્ટ્ર વાસીઓ માટે સૌની યોજના લિન્ક – 3ના પેકેજ 8 અને 9નું ઉદઘાટન કરશે. આ બંને પેકેજના ઉદઘાટનથી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધુ સઘન બનશે. ઉપરાંત રાજકોટ જિલ્લાના 95 ગામના 98 હજારથી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળશે.