Satya Tv News

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી. અમદાવાદ શહેરના કેટલાય રસ્તાઓ પર હજુ લાઈટ્સનો અભાવ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ સાયન્સ સિટીથી એસ.પી.રિંગરોડ સુધીના રસ્તા પર લાઈટ્સ બંધ જોવા મળી હતી. નોંધનીય છે કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના મોત બાદ હજી પણ તંત્ર જો ઊંઘમાંથી નહિ ઉઠે કઈ ફરી એકવાર હાઇવે પર લાઇટના અભાવે જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની ?

અમદાવાદમાં તાજેતરમાં બનેલ ઇસ્કોન બ્રિજ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા. જોકે આ ઘટના બાદ હજી પણ અમદાવાદનું તંત્ર રસ્તા પર લાઇટોને લઈ સજાગ થયું નથી. અમદાવાદ શહેરમાં હજૂ પણ અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયેલ છે. શહેરમાં હજૂ પણ અનેક રોડ પર લાઈટો બંધ હોવાનું સામે આવ્યું છે. જેમાં ખાસ કરીને સાયન્સ સિટીથી SP રિંગ રોડ પરની લાઈટો બંધ જોવા મળી છે. ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર લાઈટો બંધ હોઇ હવે તંત્ર જાણે ઇસ્કોન દુર્ઘટનામાં 9 લોકોના મૃત્યુ બાદ પણ જાગ્યુ ન હોય તેવી સ્થિતિ બની છે.

error: