પાકિસ્તાનની મહિલા જાસૂસની જાળમાં ફસાયેલા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના એક વૈજ્ઞાનિકે તેને દેશના ખતરનાક બ્રહ્મોસ મિસાઈલ પ્રોજેક્ટ પર ગુપ્તચર રિપોર્ટ બતાવવાનું વચન આપ્યું હતું.આ જાસૂસી કેસ પર મહારાષ્ટ્ર ATSની તપાસમાં સામે આવ્યું છે.
મહિલા જાસૂસે કુરુલકરનો વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું કે, તે યુકેમાં સોફ્ટવેર એન્જિનિયર છે. મહિલાએ તેને અનેક અશ્લીલ મેસેજ મોકલીને, વોઈસ અને વીડિયો કોલ કરીને લાલચાવ્યો હતો. કુરુલકરે તેની સાથે 10 જૂન, 2022થી 24 ફેબ્રુઆરી, 2023 વચ્ચે ઘણી વાતચીત કરી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.
ઝારા ભારતમાં ડીઆરડીઓ અને અનેક સંરક્ષણ પ્રોજેક્ટ્સ વિશે કુરુલકર પાસેથી ગુપ્ત માહિતી મેળવવા માંગતી હતી. કુરુલકર તેના તરફ ‘આકર્ષિત’ થયો અને કથિત રીતે ગોપનીય માહિતી શેર કરવા માટે તેની પદનો પણ દુરુપયોગ કર્યો. તપાસ દરમિયાન એટીએસે બંને વચ્ચેની વ્હોટ્સએપ ચેટ રીકવર કરી હતી. જેને ચાર્જશીટમાં જોડવામાં આવી છે પુણેની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવી છે.બંને વચ્ચે 19 ઓક્ટોબર, 2022થી 28 ઓક્ટોબર, 2022 વચ્ચે બ્રહ્મોસ વિશે વાતચીત થઈ હતી.