Satya Tv News

ગાંધીનગર અમદાવાદ આરટીઓ દ્વારા કરવામાં આવીલે ફરિયાદને પગલે સાયબર ક્રાઇમ દ્વારા લાયસન્સ કૌભાંડ અંગે તપાસ હાથ ધરી છે જે અંતર્ગત ગાંધીનગર આરટીઓને બે ઇન્સ્પેક્ટર તથા એક એજન્ટને પકડવામાં આવ્યો છે. એટલુ જ નહીં, વધુ તપાસ માટે ગાંધીનગર આરટીઓનું કોમ્ય્પુટર પણ સાયબર ક્રાઇમ દ્વારા લઇ જવામાં આવ્યું છે. જેના કારણે ગાંધીનગરમાં ટુ અને ફોર વ્હિલરનો ટેસ્ટ ટ્રેક બંધ કરવો પડયો છે.

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇને આવતા ઉમેદવારોને ટુ અને ફોર વ્હિલરની ટેસ્ટ આપવા મળતી નથી. વાત એમ છે કે, ગાંધીનગર આરટીઓમાં લાયસન્સનું કૌભાંડ ચાલતું હતું જેમાં અધિકારીઓ દ્વારા ટ્રેક પર ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ બનાવી દેવા ઉપરાંત નાપાસ થયેલા ઉમેદવારને પાસ કરીને લાયસન્સ ઇસ્યુ કરી દેવામાં આવતું હતું.

રોજના ૩૦૦ જેટલી ટુ અને ફોર વ્હિલરના ટેસ્ટ અહીં લેવામાં આવતા હતા પરંતુ હાલ સિસ્ટમ નહીં હોવાથી આ તમામને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

error: