Satya Tv News

નાગપુર તુળજાપુર હાઈવે પર થયેલ એક ભીષણ અકસ્માતમાં એક ટ્રકે પોલીસ વાહનને ટક્કર આપતા એક પોલીસ કર્મચારી અને ટ્રક ડ્રાઈવરનું મોત થયું હતું. આ ઘટના યવતમાળના કોસદની ઘાટમાં બની હતી.આ ઘટનામાં બે પોલીસ કર્મચારી પણ ગંભીર ઈજા પામ્યા હતા. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને પાસેની એક હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના શનિવારે મધરાતે બની હતી.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર નાગપુર- તુળજાપુર નેશનલ હાઈવે પર કોસદણી ઘાટ પાસે હાઈવે પોલીસ એક ટ્રકને થોભાવી તેમના કાગળીયા તપાસી રહ્યા હતા ત્યારે પૂરપાટ વેગે આવેલ ટ્રકે પોલીસના વાહનને જોશભેર અડફેટમાં લીધું હતું. આ અકસ્માતમાં પોલીસ કર્મચારી સંજય નેટકે અને ટ્રકના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનામાં બે પોલીસ કર્મચારી પણ ગંભીર ઈજા પામતા તેમને પાસેની એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના બાદ પોલીસના ઉચ્ચાધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી આરંભી હતી.

error: