Satya Tv News

ઉત્તરાખંડના ચંપાવતમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૂર પછી કોલેજે પરત ફરેલી વિદ્યાર્થિનીઓ સામૂહિક રીતે વિચિત્ર વર્તન કરતી દેખાઈ હતી. વાયરલ વીડિયોમાં સામે આવેલી વિગત અનુઆર ઉત્તરકાશીના ધૌંત્રી વિસ્તારમાં આવેલ સરકારી ઇન્ટર કોલેજની નવી બિલ્ડિંગમાં પ્રવેશતાની સાથે જ લગભગ એક ડઝન છોકરીઓ એકી સાથે બુમો પાડતી જોવા મળી હતી.

નિષ્ણાતોના જણાવાય અનુસાર શાળાની વિદ્યાર્થિનીઓનું આમ સામુહિક બૂમો પાડવીએ સામૂહિક ઉન્માદ ગણાવી હતી અને ચિંતાની સ્થિતિને કારણે થતું હોવાનું જણાવ્યું હતું. બીજી બાજુ સ્થાનિક લોકો દૈવી શક્તિઓ અને દેવતાઓના ક્રોધની અસર તરીકે ઓળખાવી રહ્યા છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે આ સામૂહિક ઉન્માદનો કેસ છે, કારણ કે છોકરીઓએ વરસાદ અને પૂરમાં મોટા પાયે નુકસાન જોયું હતું, જેણે તેમના માનસિક સ્વાસ્થ્યને અસર થવા પામી છે.

ડૉ. આરસીએસ પંવાર એ કહ્યું,છોકરીઓ સાથે વાતચીત દરમિયાન છોકરીઓએ જણાવ્યું હતું કે નવી ઇમારત વિશે ખરાબ સપના જોતા હતા અને તેમાં પ્રવેશતા ડરતા હતા. હાલ સરકાર દ્વારા મનોવૈજ્ઞાનિકની નિમણૂક કરી દેવામાં આવી છે. આ જ પ્રકારનું વર્તન એક દિવસ અગાઉ પણ જોવા મળ્યું હતું, ત્યારે તે બે છોકરીઓ બેહોશ થઈ ગઈ હતી. મહત્વનું છે કે. લગભગ છ મહિના પહેલા, ચંપાવત જિલ્લાની સરકારી ઇન્ટર કોલેજ રામકમાં ઓછામાં ઓછી 39 વિદ્યાર્થીનીઓ રડતી, બૂમો પાડતી અને વર્ગોમાંથી ભાગતી જોવા મળી હતી.

error: