આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ
NSS દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
130 જેટલા વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ડેડીયાપાડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે NSS દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ખાતે આચાર્ય ડૉ.અનિલા કે. પટેલની અધ્યક્ષતામાં એન.એસ. એસ. દ્વારા એન.એસ.એસ. ના સ્વયંસેવકો દ્વારા તા.૩૧,૦૭,૨૦૨૩ નાં રોજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંદાજે 130 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અલગ અલગ વનસ્પતિ અને વૃક્ષો જેવા કે આમળા, જમરૂખ, અરડુસી, ઉમરો, પીપળો, સરગવો, બીલી જેવા ઔષધીક ગુણો ધરાવતી આશરે સો જેટલા વનસ્પતિ અને વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોલેજમાં અભ્યાસ કાર્ય કરાવતા અધ્યાપકો અને અધ્યાપિકાઓ સાથે એન. એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર રમેશ કે.વસાવા હાજર રહી વિદ્યાર્થીઓને વૃક્ષનું જતન, સંવર્ધન અને મહત્વ સમજાવી જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા