જ્યારથી ચાઇના ની ચીજ વસ્તુઓ દેશમાં આયાત થતા ચંપલ અને છત્રી જેવી વસ્તુઓ સસ્તી મળતી હોવાને કારણે ઐતિહાસિક નગરી ડભોઇ સહિત વડોદરા શહેર જિલ્લાભરમાં જ્યાં ઠેરે ઠેર ચંપલ રીપેર કરનાર અને ચોમાસામાં છત્રી રિપેર કરનાર ગરીબ અને શ્રમજીવી લોકો ના ધંધા બંધ થઈ ગયા છે નવા અને ખીલેલા પુષ્પ રૂપી માનવી ઉંચે ઉડાન ભરે પણ ભવ્ય ભૂતકાળને લોકો ભૂલી ગયા છે, પણ ભવ્ય ભૂતકાળને પણ યાદ રાખવો જરૂરી છે. ભાવિ પેઢી તે જોઈ શકે છે, અને તેને સમજી શકે છે ,આજના સમયમાં રહેવા વાળો માનવી ફક્ત બ્રાહ્મ ચમક ધમકથી અંજાયેલો છે, પરંતુ પાયામાં રહેલા અંધકારમાં પોતાના અસ્તિત્વને છુપાવીને એવા ઘણા છે ,જે જીવનને કેવી રીતના જીવવું જેથી આવા ચંપલ અને છત્રી રીપેર કરનાર ગરીબ શ્રમજીવીઓને જમીન સાથે જોડાયેલા જરૂર શોધજો પણ જુના અને કર્માંયેલા ને ક્યારેય”ભૂલશો” નહી કેમ કે જુના અને કર્માંયેલા પુષ્પોમાંથી જ અત્તર” બને છે.. ભલે આવા ગરીબ અને શ્રમજીવી સામાન્ય મજૂરી કરી પરિવારનું ભરણપોષણ કરી ઇતિહાસના પાનામાં દટાઈ ગયા હોય પણ તેમની બુનિયાદ યાદ કરી ભૂતકાળને ભૂલવા ન જોઈએ કોઈપણ વસ્તુ કાયમી નથી એટલે માણસે બહુ ઘમંડ ના કરવો તે પછી શરીર હોય રૂપિયો હોય કે તાકાત હોય કે ધંધો હોય કે સત્તા બધાની એક્સપાયરી હોય ફિક્સ છે.?? પહેલાના સમયમાં ઠેરઠેર છત્રી રિપેર કરનાર ચોમાસામાં મળી આવતા હતા,અને તૂટેલા ચંપલ અથવા પૌલીસ માટે લોકો લાઈનમાં બેસતા હતા ,અથવા બીજા દિવસે તે કારીગર બનાવીને આપતા હતા. આજના સમયમાં આ ધંધો મૃત પાયા પર બની ગયો છે. માંડ માંડ ડભોઇમાં એકાદ બે વ્યક્તિ છત્રી રિપેર કરતા અથવા ચંપલો રીપેર કરતા નજરે પડે છે.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ