Satya Tv News

સીમા-સચિન આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા છે, તો ગુજરાતી વેપારીએ પોતાની દરિયાદિલી બતાવી છે અને તેની મદદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આ બંનેને 50-50 હજાર રૂપિયા દર મહિને નોકરી આપવાની વાત કહી છે એટલે કે, સીમા સચિન દર મહિને એક લાખ રૂપિયાની કમાણી કરી શકશે

સોમવાર રાતે ગ્રેટર નોઈડાના રબૂપુરા ગામમાં એક પોસ્ટમેન અજાણી ચિઠ્ઠી લઈને સચિન, સીમાના ઘરે પહોંચ્યો. અજાણી પત્રથી ત્યાં હડકંપ મચી ગયો હતો. સીમાએ પત્ર ખોલવા માગતી હતી, પણ તેની સુરક્ષામાં તૈનાત જવાનોએ તેને આવું કરવા દીધું નહીં. તેને લાગ્યું કે, કોઈ ધમકી ભરેલી ચિઠ્ઠી હોય શકે છે.ત્યાર બાદ પોલીસના જવાનોએ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી, અધિકારીઓના આદેશ પર ચિઠ્ઠી ખોલવામાં આવી તો, તેને ગુજરાતના એક વેપારીએ સચિન અને સીમાને લખેલી હતી. ત્રણ પાનાની આ ચિઠ્ઠીમાં સીમા હૈદર અને સચિનને ગુજરાતમાં 50-50 હજાર રૂપિયા દર મહિને સેલરી પર નોકરીની ઓફર કરી હતી. તેમાં લખ્યું હતું કે તે ગમે ત્યારે ગુજરાત આવીને નોકરી જોઈન કરી શકશે. આ ઉપરાંત ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું કે, આ બંનેની દરેક સંભવ મદદ કરવામાં આવશે.

હાલમાં જ તેને એક મૂવી ડિરેક્ટર અમિત જાનીએ પણ પોતાની ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી છે. તે સીમાના ઘરે જઈને એડવાંસ ચેક આપવા માટે પણ તૈયાર હતા. જો કે, આ ઓફર પર સીમા-સચિનના પરિવારનું કહેવું છે કે, જ્યાં સુધી તેમના વિરુદ્ધ તપાસ પુરી ન થાય ત્યાં સુધી તેઓ આવું કરી શકશે નહીં.

error: