Satya Tv News

સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે. આ સાથે જ આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા અને પંચમહાલમાં વરસાદની સંભાવના છે. આજે દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સ્ટક્યુલેશન બનશે. સર્ક્યુલેશની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ નોંધાશે.

અમદાવાદ શહેરમાં ત્રીજા રાઉન્ડના વરસાદે હવે વિરામ લીધો છે. જોકે, વરસાદી માહોલ જળવાઈ રહ્યો હોઈ છૂટાછવાયા વિસ્તારમાં તેના ઝાપટાં પડી રહ્યા છે. જો એક વિસ્તારમાં ઝાપટું પડે તો તેની નજીકનો વિસ્તાર સાવ કોરોધાકોર હોય છે. જોકે, લોકોને હવે ભારે વરસાદ પડતો ન હોઈ ચોમાસાની તકલીફ ખાસ અડચણરૂપ બનતી નથી. શહેરમાં ચાલુ સિઝનનો 24.5 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.

error: