Satya Tv News

અમરેલીનાં સાવરકુંડલાનાં બગોયા હામની સીમમાંથી અરવિંદ પરમાર નામનાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જે બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનાં આક્ષેપ બાદ મૃતદેહને બહાર કઢાયો હતો. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મૃતદેહને બહાર કાઢી તેને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ મૃતકનું પીએમ પ્રાંત કલેક્ટરની નજર હેઠળ કરવામાં આવશે.

યુવકનાં મૃત્યું બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં યુવક જણાવી રહ્યો છે કે મેં એસપી સાહેબ સાથે વાત કરેલી છે ચૂંટણી પછી અથવા ચૂંટણી પહેલા મારૂ મર્ડર થાય તેમ છે. તેમજ રેકોર્ડીંગ તેમજ ઓડિયો મારી પાસે છે. ત્યારે નનકુભાઈ દરબાર તેમજ અન્ય જ્ઞાતિનાં લોકો પણ છે તે તમામ લોકોની અરજી મેં આપેલી છે. તેમજ તેની ટપાલો પણ મારા ઘરે આવેલી છે. તેમજ મેં આઠ જીલ્લાની પોલીસને જાણ કરી છે. ત્યારે કોઈ પણ મારૂ મર્ડર કરે તો સૌથી પહેલા નનકુભા દરબારને પકડવાનો. મારૂ મર્ડર થાય તેની જવાબદારી નનકુભાની છે. પણ મારૂ મર્ડર કરવું હોય તો વાહેથી વાર ન કરતા. અમે પાંચ પાંડવો છીએ હું એક જતો રહીશને તો કંઈ ફરક નહી પડે.

આ મામલે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટે જણાવ્યું હતું કે હાલ સીઆરપીસી 174 હેઠળ અકસ્માત મોત હેઠળનો બનાવ બનેલ છે. મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ હાલ પીએમની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. ત્યારે સમાજ કલ્યાણ અધિકારી, એફએસએલ અધિકારી, મામલતદાર તેમજ સબડીવીઝનલ મેજીસ્ટ્રેટની હાજરીમાં ડેડ બોડી કાઢી અમે પીએમ અર્થે મોકલી આપીએ છીએ. ત્યારે મીડિયામાં સમાચાર વહેતા થતા કોઈ શંકાને સ્થાન રહે તે માટે સમગ્ર કાર્યવાહિ કરેલી છે.

error: