દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 500 ઉપરાંત રેલવે સ્ટેશનને રી ડેવલોપમેન્ટ કરવા માટે છઠ્ઠી ડિસેમ્બરના રોજ વિડિયો કોન્ફરન્સ દ્વારા જાહેર કરવાના છે જેમાં વડોદરા જિલ્લાના છ રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે તે પૈકી ડભોઇ રેલવે સ્ટેશન ખાતે પણ 32 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેમાં યાત્રીઓની સવલતો અને સુવિધાઓ માટે ખર્ચ કરવામાં આવશે એનું ધારાસભ્યશ્રી અને રેલ્વે ડીઆરએમ એ બેઠકમાં જણાવ્યું હતું.
ગાયકવાડ સરકારના શાસન થી ડભોઇ રેલવે નેરોગેજ જંકશન સ્ટેશન તરીકે સમગ્ર એશિયા ખંડમાં પ્રખ્યાત હતું ત્યારબાદ નેરોગેજ બંધ કરી પ્રજાને સુવિધા માટે બોડગ્રેજ લાઈનમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. આગામી છઠ્ઠી ડિસેમ્બરના રોજ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર દેશમાં 500 ઉપરાંત રેલવે સ્ટેશન રી ડેવલોપમેન્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા બજેટની જાહેરાત કરવામાં આવશે જેમાં વડોદરા જિલ્લાના છ રેલવે સ્ટેશન નો સમાવેશ કરવામાં આવ્યો છે તે પૈકી ડભોઇ રેલવે સ્ટેશન ખાતે પણ રી ડેવલોમેન્ટ માટે રૂપિયા ૩૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે આ અંગે ડભોઇ રેલવે સ્ટેશન ખાતે છઠ્ઠી ડિસેમ્બરના કાર્યક્રમને સફળ બનાવવા ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેશ મહેતા. રેલ્વે ડીઆરએમ જીતેન્દ્રસિંગ. ડી એસ સી આર એસ સીંગ. મંજુ મીના ડીસીએમ. તથા આ લોક ગુપ્તા અને ડભોઇ મદદનીશ કલેકટર યોગેશ કાપશે અને ચીફ ઓફિસર તથા ભાજપના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રજાને તકલીફો અંગે રેલવે સ્ટેશન ખાતે સુધારા વધારા કરવા જેમાં પ્લેટફોર્મ નંબર એક નો જે ઉપયોગ લેવામાં નથી આવતો તેમજ એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે બ્રિજ બનાવવા જેથી કરી પ્રજાને કોઈ તકલીફ ન પડે તેમજ બહારથી દૂર જવા માટેની ટ્રેનો અવર-જવર કરતી હોય તેનો લાભ પ્રજાને મળે દૂરના સ્ટેશન સુધી જવા માટે અહીંયા થી ટિકિટ તેમજ ટ્રેનમાં અવર-જવર કરી છે કે તે માટે સંસદને સાથે રાખી સરકારમાં રજૂઆત કરી ને વહેલી તકે ઉકેલ લાવવા નો પ્રયાસ કરવામાં આવશે નુ જણાવ્યું હતું. અને ડભોઇને દભૉવતી નગરી બનાવવાનું સપનું સાકાર કરવા સફળતા મળશે ની આશા વ્યક્ત કરી હતી. જ્યારે કે રેલવે અધિકારી ડીઆરએમ જીતેન્દ્ર સિંગે પણ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ રી ડેવલોપમેન્ટ દેશમાં આશરે 500 ઉપરાંત યાત્રીઓની સુવિધા માટે સુધારા વધારા કરવા માટે છઠ્ઠી ડિસેમ્બરના રોજ બજેટ જાહેર કરવાનું છે ત્યારે વડોદરા જિલ્લામાં છ રેલવે સ્ટેશન નો સમય થાય છે જેમાં પ્રતાપ નગર મિયાગામ કરજણ વિશ્વામિત્રી અને ડભોઇ નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ડભોઇ ખાતે યાત્રીઓની સુવિધાનો માટે સુધારા વધારા કરવા રૂપિયા ૩૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં નવી બિલ્ડીંગ ને વધુ સુધારો કરવા તેમજ ધારાસભ્ય દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે યાત્રીઓ માટે તેમાં પણ સુધારો કરવાનું જણાવ્યું આવ્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ