Satya Tv News

હવસખોર યુવાને સગીરાનું અપહરણ કરી ઘરના વાડામાં લઇ જઇ શારીરીક અડપલા કરી બળાત્કાર કર્યો હતો

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં સગીર વયની દિકરીનું અપહરણ કરી બળાત્કાર કરનાર યુવાનને કોર્ટે વીસ વર્ષની સજાનો હુકમ કર્યો છે.

કેસની હકીકતમાં નીતેશ માકત્તાવસાવા, ઉ.આ.વ.૩૦ રહે.બંગલા ફળીયુ, ડેડીયાપાડા નામના યુવાને ફરીયાદીની ભાણેજ ભોગ બનનાર મામા–મામીના ઘરે દિકરી તરીકે સાતેક વર્ષથી રહેતી હોય, જેમાં ભોગ બનનાર તા.૧૧/૦૧/૨૦૨૦ના રોજ બપોરના અરસામાં નિતેશ વસાવા ફરીયાદીના ઘરે આવી માત્ર સાત વર્ષની સગીરાને પૈસાની લાલચ આપી ઘરમાંથી અપહરણ કરી સગીરાના ઘરની પાછળ આવેલ તુવરના વાવેતર કરેલ વાડામાં લઈ જઈ તેની સાથે શારીરીક અડપલા કરી બળાત્કાર કરી ગુનો કરતા આં બાબતની ફરિયાદ બાદ કેસ કોર્ટમાં ચાલી જતાં રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ.સીદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો, જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે ફરીયાદ પક્ષે પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત, મૌખિક દલીલો રજૂ કરતા કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી હવસખોર નિતેશ વસાવાને વીસ વર્ષની કેદ તથા રૂ.૫૦૦૦/– ના દંડની સજાનો હુકમ કર્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: