Satya Tv News

પ્રાણી ફાઉન્ડેશનની ટીમે ગાયોને બચાવી
ગાયોને પોલીસને સોંપી પાંજરાપોળ ખાતે ખસેડાઇ
રૂ.15,96,000નો મુદ્દામાલ કબ્જે કરી 3ની કરી ધરપકડ
4 લોકો સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી

શિનોરના સેગવા – રાજપીપળા માર્ગ પર આવેલ મહાદેવ હોટલ પાસેથી પ્રાણી ફાઉન્ડેશનની ટીમે બાતમીના આધારે ટ્રકમાં ગિચોગીચ 18 ગાયોને બચાવી પકડાયેલ ટ્રક ચાલક,ક્લીનર સહિત 3 લોકોને શિનોર પોલીસને સોંપીને ગાયોને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી.

https://fb.watch/ma2agkFA-F/

વડોદરાના પ્રાણી ફાઉન્ડેશનના સેવાભાવી સભ્ય અમિત આહીર અને તેઓના સાથી મિત્રોને ખાનગી રાહે બાતમી મળી હતી કે બનાસકાંઠાના ધાનેરા થી એક ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધીને 18 જેટલી ગાયોને ગીચોગીચ ભરીને મહારાષ્ટ્ર ખાતે કતલખાને લઈ જવામાં આવી રહી છે.જે બાતમીના આધારે પ્રાણી ફાઉન્ડેશનના સેવાભાવી સભ્ય અમિત આહીર અને તેઓના સાથી મિત્રો વૉચમાં હતાં.તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેનો ફિલ્મી ઢબે પીછો કરી સેગવા – રાજપીપળા માર્ગ પર આવેલ મહાદેવ હોટલ પાસેથી ટ્રકને ઝડપી પાડી હતી.જેમાં તપાસ કરતાં ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી 18 જેટલી ગાયો મળી આવી હતી.જો કે ટ્રક ચાલક પાસે ગાયોની હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અને RTO ની પરમીટ માંગતા મળી આવી ન હતી.જેથી પ્રાણી ફાઉન્ડેશન ની ટીમે ટ્રક ચાલક,ક્લીનર અને અન્ય એક મળી કુલ ત્રણ લોકોને ટ્રક સહિતના મુદ્દામાલ સાથે શિનોર પોલીસને સોંપ્યા હતાં. જે બાદ શિનોર પોલીસે ટ્રક, ત્રણ મોબાઈલ ફોન મળી રૂપિયા 15,96,000 નો મુદ્દામાલ કબ્જે કરી, ટ્રક ચાલક,ક્લીનર અને અન્ય એક મળી કુલ ત્રણ ની ધરપકડ કરી કુલ 4 લોકો સામે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે શિનોર પોલીસ દ્વારા ગાયોને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: